Translate

Wednesday, September 2, 2020


વિદ્યા સાધના યોજના

આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની યોજનાઓ



યોજનાનો ઉદ્દેશ:

અનુ.જનજાતિની/ બક્ષીપંચ ધોરણ નવ (૯) માં અભ્યાસ કરતી બાળાઓને શિક્ષણ માંટે પ્રોત્સાહન આપવા મફત સાયકલ ભેટ આપવાની યોજના.

પાત્રતાના ધોરણોઃ

·        

અનુ.જનજાતિ તથા બક્ષીપંચ કન્યાને ધોરણ નવ (૯) માં અભ્યાસ કરતી શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે મફત સાયકલ આપવાપાત્ર થશે
·         ધોરણ નવ (૯) માં અભ્યાસ કરતી બાળાઓને સને ૨૦૧૩-૨૦૧૪ વર્ષથી દૂરી-સીમા  બાધ વગર રહેવાના સ્થળ ગામ-શહેર માટે બાળાઓને મફત સાયકલ ગીફ્ટ આપવાનું નકકી કરવામાં આવેલ છે

આવકનું ધોરણ અને પાત્રતા



પાત્રતા  ગ્રામ્ય( Rural) વિસ્તાર માટે વાર્ષિક આવક રૂ. 48,૦૦૦/- તથા શહેરી (Urban) વિસ્તાર માટે રૂ. વાર્ષિક આવક 68,૦૦૦/- ધરાવતી બાળાઓને મફત સાયકલ ભેટ આપવામાં આવે છે.

પ્રક્રિયા



અનુ. જનજાતિ ની ધોરણ નવ (૯) માં અભ્યાસ કરતી બાળાઓને મફત સાયકલ મેળવવા માટેની નિયત નમૂનામાં પોતાની  માધ્યમિક શાળા દ્વારા તૈયાર કરી જે તે જીલ્લાના મદદનીશ કમિશ્રરશ્રી આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં ભરેલ ફોર્મ માધ્યમિક શાળા મારફતે રજુ કરવાના  હોય છે અને આ દરખાસ્તના આધારે વિદ્યા સાધના નિયમોનુસાર મળવાપાત્ર બાળાઓને મફત સાયકલ પૂરી પાડવામાં આવે છે.

No comments:

Post a Comment