Translate

Friday, August 28, 2020

શિષ્યવૃત્તિ યોજનાઓ- મિનિસ્ટ્રી ઓફ મિનિરિટી અફેર-scholarship





શિષ્યવૃત્તિ યોજનાઓ

 મિનિસ્ટ્રી ઓફ મિનિરિટી અફેર

 પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ (ધોરણ ૧ થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે)
👉🏿 પોસ્ટ મેટ્રિક - (ધોરણ ૧૧ થી ૧૨,આઈ.ટી.આઈ,સ્નાતક,અનુસ્નાતક,પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમ માટે
👉🏿 મેરીટ કમ મિન્સ - તકનિકી અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ માટે
(નોંધ- યોજના વાર અલગ અલગ અભ્યાસક્રમની વિગત www.minorityaffairs.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.)


👉🏿  *શિષ્યવૃત્તિ મેળવવા માટે જરૂરી પાત્રતા(શરતો) કઈ કઈ છે ?*
✍🏼 ભારતમાં વસતા ધાર્મિક લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓને જ આ શિષ્યવૃત્તિ મળશે (મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,પારસી,બોદ્ધ,જૈન )
✍🏼 છેલ્લી પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ .
✍🏼 વાલીની વાર્ષિક આવક પ્રિ-મેટ્રિક માટે  ૧ લાખ, પોસ્ટ-મેટ્રિક માટે ૨ લાખ અને મેરીટ કમ મીન્સ માટે ૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઈએ .
✍🏼 ૧ કુટુંબના બે થી વધારે બાળકોને લાભ મળી શકે નહિ.
✍🏼 ૩૦ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓ માટે આરક્ષિત રાખવામાં આવેલ છે
✍🏼 અન્ય શિષ્યવૃત્તિનું લાભ લીધેલ  ન હોવો જોઈએ.
✍🏻 ફોર્મમાં દર્શાવેલ અભ્યાસની તથા બેંકની માહિતી એકાઉન્ટ નંબર,IFSC કોડ,ખાતેદારના નામ જો ક્ષતિ જણાશે તેની અરજી રદ પાત્ર ગણાશે.


👉🏾 *પ્રિ-મેટ્રિક,પોસ્ટ-મેટ્રિક અને મેરીટ કમ મિન્સ શિષ્યવૃત્તિ મેળવવા માટે જરૂરી પુરાવા ક્યાં ક્યાં જોઇશે ?*

✍🏼 વિદ્યાર્થીના ધાર્મિક લઘુમતી હોવા અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો અથવા *સેલ્ફ-ડિકલેરેશન*)(વેબસાઈટ પર દર્શાવેલા નમૂના પ્રમાણે )
✍🏼 વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો (શહેરી વિસ્તાર માટે મામલતદારશ્રી અને ગ્રામીણ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીશ્રી)
✍🏼 છેલ્લી પાસ કરેલી વિદ્યાર્થીએ પરીક્ષાની માર્કશીટની નકલ(૫૦ ટકા કે તેથી વધુ ટકા હોવા જરૂરી છે)
✍🏼 વિદ્યાર્થી જે વર્ષ માટે શિષ્યવૃત્તિની માટે કરેલ હોય તે વર્ષ માટે ભરેલ ટ્યુશન ફી,પરીક્ષા ફી તથા પ્રવેશ ફી  ની પહોંચ (ફરજીયાત)
✍🏼 હોસ્ટેલમાં રહી ભણતા વિદ્યાર્થીના કિસ્સામાં હોસ્ટેલના અધિકારી/રેક્ટરનો દાખલો
✍🏼 વિદ્યાર્થીનો પાસપોર્ટસાઈઝનો ફોટો
✍🏼 વિદ્યાર્થીની બેંક પાસબુકની નકલ - (આધાર નંબર સાથે બેંકમાં સિડિંગ કરવું ફરજીયાત છે)
✍🏼 આધારકાર્ડ ની નકલ

👉🏾 *અરજી ક્યાં કરવાની રહેશે ?*
✍🏼 વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી  www.scholarships.gov.in પર કરવાની રહેશે


Follow me Instagram



👉🏿 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

લઘુમતીઓ માટે પૂર્વ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (Pre Matric Scholarships Scheme for Minorities)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

લઘુમતીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (Post Matric Scholarships Scheme for Minorities)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

વ્યવસાયિક અને તકનીકી અભ્યાસક્રમો સી.એસ. માટે મેરિટ કમ એટલે કે શિષ્યવૃત્તિ
(Merit Cum Means Scholarship For Professional and Technical Courses CS)
યોજના બંધ થવાની તારીખ- 31-10-2020
સંસ્થા દ્વારા ખામીયુક્ત ચકાસણી )Defective Verification Institute) - 15-11-2020
સંસ્થા ચકાસણી (Institute Verification)- 15-11-2020

 App Download 



*જરૂરી સૂચના*




👉🏿 પ્રિ-મેટ્રિક,પોસ્ટ-મેટ્રિક,મેરીટ કમ મિન્સ  શિષ્યવૃતિ માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી,ઓનલાઈન ફોર્મ ભરી તેને સબમિટ કરી પ્રિન્ટ લઈ જરૂરી પુરાવાઓ સાથે શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થા જ્યાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે ત્યાં સાધનિક પુરાવાઓ સાથે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે.પુરાવાના આધારે શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઈન વેરિફિકેશન કરવાનું રહેશે .
👉🏿 સરકારી પ્રાથમિક અથવા સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો ગુજરાત સરકારની જ શિષ્યવૃતિનો લાભ લે તો ફાયદો થાય તેમ છે.ગુજરાત સરકાર ધો-૧ થી ૮ના છોકરાઓ અને ધોરણ-૧ થી ૫ ની  છોકરીઓને ૫૦૦/-રૂ શિષ્યવૃતિ અને ૬૦૦/-રૂ ગણવેશ સહાય એટલે ૧૧૦૦/- રૂ ટોટલ  તેમજ ધોરણ-૬ થી ૮ની છોકરીઓને ૭૫૦/-રૂ શિષ્યવૃતિ અને ૬૦૦/-રૂ ગણવેશ સહાય ટોટલ - ૧૩૫૦/- મળવાપાત્ર થાય છે અને આ રકમ શાળા શરૂ થયાના થોડા મહિનામાં જ મળી જાય છે. અને એમાં વાલીઓએ કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી.મોટાભાગની પ્રક્રિયા શાળાએ કરવાની હોય છે અને શિષ્યવૃતિ ૧૦૦ ટકા મળે જ છે.જ્યારે ભારત સરકારની શિષ્યવૃતિ માટે ઓનલાઈન પ્રક્રિયા અને પછી શાળાની વેરિફિકેશન ત્યાર બાદ રાજ્ય અને પછી કેન્દ્રમાં મેરીટ તૈયાર થઈ મેરિટ તેમજ ટાર્ગેટના આધારે વર્ષના અંતે શિષ્યવૃતિ મળે છે.
👉🏿 વિદ્યાર્થી ભારત સરકાર અથવા રાજય સરકારમાં થી કોઈ પણ એક જ  શિષ્યવૃતિનો લાભ લઇ શકશે.
👉🏿 જે વિદ્યાર્થીઓને ગત વર્ષમાં શિષ્યવૃતિ મળેલ હોય તેમણે ફરજીયાત રીન્યુઅલમાં ફોર્મ ભરવો.
👉🏿 વિદ્યાર્થીએ ફોર્મ અને જરૂરી પુરાવા શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થા જયાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય ત્યાં જમાં કરાવવાના રહેશે.હાર્ડકોપીમાં ફોર્મ અને જરૂરી પુરાવા શૈક્ષણિક સંસ્થા કક્ષાએ રેકર્ડમાં રાખવાના રહેશે.
👉🏿 પ્રિ-મેટ્રિક માટે આવક મર્યાદા  ૧ લાખ,પોસ્ટ મેટ્રિક માટે -૨ લાખ અને મેરીટ કમ મિન્સ માટે ૨.૫ લાખ નક્કી કરવામાં આવેલ છે,જે વિદ્યાર્થીઓના પરિવારની આવક વધારે હોય તેવા પરિવારના વિદ્યાર્થીઓએ ફોર્મ ન ભરવા .

Youtube 

No comments:

Post a Comment